
Jivapar (Ch.)-363630
Morbi-Rajkot,
Gujrat(Indea).
Project Manager
- WebPulse Tech. Pvt. Ltd.
- Ahmedabad
- Web Developer..
- PHP, MySql, Apache, Ajax, Flash, JavaScript, XML
________________________________________________
હોઠ પર નામ કોઈ રમવા લાગ્યું
ફુલ મોગરાનું એને ગમવા લાગ્યું
ગામના અલ્લડ છોરાની આંખમાં
એક કુંવારુ સપનું તરવા લાગ્યુ…હોઠ પર નામ
તીતરબીતર વાળ ઓળે છે આજકાલ
તોલી તોલીને બોલ બોલે છે આજકાલ
દિવસમાં દસ વાર દર્પણમાં જુવે છે.
એને આયનામાં કોણ મળવા લાગ્યું ….હોઠ પર નામ .
હૈયુ ના હાથમાં કેમ રહેતુ હશે?
બોલો એમાંથી શું શું વહેતું હશે?
મંદિરે આજકાલ ગગો દોડીને જાય
ઍનું લોહી સિંદુર થઈ દોડવા લાગ્યું…….હોઠ પર નામ
ભોળા છોરાને કાંય સમજાતું નોતુ
ક્શું કહેવાતુ નોતુ ને સહેવાતું નોતું
છોરી ઠેસ મારી વીજળી કરતીતીને
રોજ છોરાનું અંતર ભીંજાવા લાગ્યું ……….હોઠ પર નામ
છોરીને ચાહવાની ભુલ કરી
શું શરણાઈના સુરમાં રેલાવા લાગ્યું?
એક છોકરાનુ આયખું ઓગળવા લાગ્યું…….હોઠ પર નામ
રાહ ( રાહ પર રાહ જો. )
લગન ( પ્રીયાની … હોય તો કરે ને? )
લાલ ( રંગની વાત નથી કરતો, આ તો જશોદાનો … )
લીલા ( કૃષ્ણની કે રંગ ? )
વાટ ( દીવાની, રસ્તો કે રાહ જોવી તે?)
વાળ ( વાળ ઉતારીને કચરો વાળ. )
વાદળી ( દરીયામાં થાય છે તે ?)
શાહી ( બાદ …. શાહી શાહી ?)
સાળા ( સોરી! તમને નથી કહેતો, એ તો મારા …. ને )
સાલ ( લાકડું ? કઇ સાલમાં ખરીદ્યું ? )
સીડી ( મ્યુઝીકની ? એ ના! છાપરે ચઢવાની)
સેલ ( સોરી! અંગ્રેજી છે. તેનો ગુજરાતી પર્યાય સાડી ખરીદવા જતી સન્નારીને પુછજો, કે વીજળીનો ?)
સોળ ( પીઠે સાટકા મારો ને પડે તે …પણ એક બે હોય તો ઠીક ! )
હરણ ( સીતાનું હરણ થયું પણ હરણની સીતા ક્યાં થઇ છે?! )
હાર ( હાર પામ્યા તો ય હાર જોઇએ છે ?!)
ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી; કે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે, તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી. સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના, હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી. જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો, ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી. નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે, સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી. બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના, વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી. કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે, અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.................... મુહોબ્બતના સવાલોના કોઈ જવાબ નથી હોતા, અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા, મળે છે કોઈ એક જ પ્રેમી ને સચી લગન દીલ ની, બધાયે ઝેર પીનારા ઓ કૈં શંકર નથી હોતા..................
વીદેશ માં રહેતા દોસ્તો માટે....................... નદીની રેતમાં રમ્તું નગર મળે ન મળે, ફરી અ દશ્ય સ્મ્રુતી પટ ઉપર મળે ન મળે, ભરી લો સ્વાસમાં એની સુગંધનો દરીયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે, પરીચીતોને ધરાઈને જોઈ લેવા દો,આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે,ભરીલો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે,વતનની ધૂળથી માથું ભરી લઉં આજ અહીં, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે, વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખમાં, ભલે સફરમાં કોઇ હમસફર મળે ન મળે, રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં, પછી કોઇને કોઇની કબર મળે ન મળે, | b |
No comments:
Post a Comment