ચાહતના દરિયેથી જડ્યું મને એવું રતન
તારા ભાલે જડવા જતાં થઈ બેઠું ચુંબન
આ લહેરાતા મોજાઓ સાન ભાન ભુલેલો પવન
તારી ઝુલ્ફ્ને સ્પશઁવા જતાં થઈ બેઠો ગુંજન
તું થઈ જ ધરતી લીલીછમ હું માટીની સોડમ..
ચાહતના દરીયેથી જડ્યું મને એવું રતન
સિંધુની રેતીમાં ઘર ઘર રમીએ કરીએ પ્રેમનું જતન
મોજા આવી તોડી દે પછી ફરી ઉભું કરવાનું મંથન
એક રીતે તો રહી શકીશું આપણે એકબીજામાં મગન…
ચાહતના દરીયેથી જડયું મને એવું રતન…….
મારા ડગલે તું ચાલે ને તારા ડગલે હું
સાગરમાં નદી ભળે એમ ભળ મારામાં તું
સદા આમ જ વહેતું રહે પ્રેમનું મીઠું ઝરણ…
ચાહતના દરીયેથી જડ્યું મને એવું રતન….
No comments:
Post a Comment