Wednesday, June 20, 2007

તારી અભણ આંખમાં વાંચી છે.Amit Kalariya 9426784167 Web Developer

વાળી સજન જે અંબોડે બાંધી છે.

તારી અભણ આંખમાં વાંચી છે.

તારા ભોળપણ સમ સાથી સાચે

બેસી પલકની છાંવમાં રચી છે.

તારી ક્સમ આ એજ ગઝલ છે…… તારી અભણ આંખમાં વાંચી છે.

લાગણી ના મહોતાજ ભણતરની

લ્યે ગણી ધકકન આપણી સમજણની

ક્યાં મારામાં બચ્યો છું હું હવે તો

ક્યાં તારામાં સખી હવે તું બચી છે.

તારી ક્સમ આ એજ ગઝલ છે…. તારી અભણ આંખમાં વાંચી છે.

આપણા સહીયારા સપનાનું ઘર આ

કદી ફરજીયાત ઉપવાસોનું નગર આ

આપણી તરસની સુકી નદીના કાંઠે

બાવળની તલક છાંવમાં ચુમી છે

તારી ક્સમ આ એજ ગઝલ છે….. તારી અભણ આંખમાં વાંચી છે.

દુઃખ દરદ ઘાવ સહી લઈશું આપણે

વ્હાલપની ઢાલ ધરી દઈશુ આપણે

અંધારી રાતે તારલાના તેજમાં

કંઇ કેટલીયે રાતો અજવાળી છે

તારી ક્સમ આ એજ ગઝલ છે….. તારી અભણ આંખમાં વાંચી છે.

No comments: